હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ ૧/૧

હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ,

દાદાને દરબારે લીંબતરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ

એવા ઘેલાને ઘાટે ને વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ.

દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .....૧

વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભળ્યો સહજાનંદી રંગ

એવા સત્સંગની ખાતર થયેલા શહીદોમાં ભળ્યો સહજાનંદી રંગ

દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .....૨

વચનામૃતના પાને પાનેથી વહાવ્યો સહજાનંદી રંગ

એવા મુમુક્ષુ માનવના મૃદુલ હૈયામાં ફેલાયો સહજાનંદી રંગ

દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .....૩

ધાડુંના પાડનાર પત્થર હૃદયને સ્પર્શ્યો સહજાનંદી રંગ

એવા ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ સહજાનંદી રંગ

દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .....૪

માનવના મન મનમાં ધરતીના કણકણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ

એવા હિંસાના હૈયામાં મમતાના મસ્તકમાં ધબક્યો સહજાનંદી રંગ

દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .....૫ 

મૂળ પદ

હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ

રચયિતા

લક્ષ્મણભાઇ આદ્રોજા

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સંત પરમ હિતકારી
Studio
Audio
27
0