સુણો સુણો સકળ સત્સંગીઓ રે; જાણો તે તો છે જાણવા જોગ ૧/૧

 સુણો સુણો સકળ સતસંગિયો રે;
	જાણો તે તો છે જાણવા જોગ, કાંઈ લીલા શ્રીકુંડળની કહું રે...ટેક.
	જ્યાંની જાત્રા કર્યાથી જનજાતના રે, મટે જનમમરણ મહારોગ...કાંઈ૦ ૧
તહાં રહિને રામાનંદસ્વામીયે રે, દીધો દૈવી જનોને ઉપદેશ...કાંઈ૦
	વળી શ્રીસહજાનંદ સ્વામીયે રે, વારે વારે કર્યો વાસ વિશેષ...કાંઈ૦ ૨
રસકસના નિયમ અતિ આકરા રે, હતા સૌ મુનિજનને જેહ...કાંઈ૦
	કૃપાનાથ ઘણી કરુણા કરી રે, વ્રત ત્યાં તો તજાવિયું તેહ...કાંઈ૦ ૩
જગદીશે જટા ધરી જે હતી રે, હતો રાખ્યો વિશેષ વૈરાગ...કાંઈ૦
	કંઠે પારો રાખેલો રુદ્રાક્ષનો રે, ત્યાં જ કિધો તે વેશનો ત્યાગ...કાંઈ૦ ૪
સંત સર્વેને પણ એ જ રીતથી રે, કંઠી તિલક રખાવ્યાં તે કાળ...કાંઈ૦
	રીઝયા રીઝયા રુડાં રાઈબાઈને રે, વાલો વિશ્વવિહારીલાલ...કાંઈ૦ ૫ 
 

મૂળ પદ

સુણો સુણો સકળ સત્સંગીઓ રે; જાણો તે તો છે જાણવા જોગ

મળતા રાગ

સખી ગોકુળ ગામના ચોકમાં રે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
0
0