સત્સંગી સાંભળજો સહુ સ્નેહથી રે ગુણ સાગર તીરથ જગે જાજ ૧/૧

સત્સંગી સાંભળજો સ્નેહથી રે

ગુણસાગર તિર્થ જગે જાજ

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે …

 

જનો પાવન કરનારી પૃથ્વી પરે રે

સ્વર્ગથી આવી છે જન કાજ રે

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે …

 

 

રામાનંદ સહિત સંત શ્રી હરિ રે

પ્રેમે નાયા છે હરિજન સાથ

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે …

 

જળ અમળ સુધા સમ વે’તુ રહે રે

સહુ અમર આવીને ધરે માથ

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે

 

હે જેના દર્શનથી દુઃખ દૂર જાય છે રે

સ્નાને પામે અક્ષર કેરો વાસ

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે

 

પાન કરતા પામે છે ફળ ચારને રે

ભક્તિ ધર્મ રહે છે જીયા ખાસ

ગંગા ઓજત સરિતા શુભ નાહિએ રે 

મૂળ પદ

સત્સંગી સાંભળજો સહુ સ્નેહથી રે ગુણ સાગર તીરથ જગે જાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0