જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળિ દેશે ૧/૧


જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળિ દેશે;
	છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક	...૧
જો સ્વામિનારાયણ એકવાર, રટે બિજાં નામ રટયાં હજાર;
	જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું	...૨
ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
	સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે	...૩
ગાયત્રિથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;
	જ્યાં જ્યાં મહામુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય...૪
જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;
	તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદ્‌બુદ્ધિ જાગે	...૫
તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશિ જાય;
	શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે	...૬
ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;
	છયે ઋતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે	...૭
પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે;
	જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય	...૮
જેણે મહાપાપ કર્યાં અનંત, જેણે પીડયાં બ્રાહ્મણ ધેનુ સંત;
	તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં	...૯
શ્રીસ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;
	પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું	...૧૦
 

મૂળ પદ

જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળિ દેશે

મળતા રાગ

ઉપજાતિવૃત્ત

રચયિતા

દલપતરામ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
13
6
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
1