એક આપોને સાચા સંત હરિ જેથી તમે મળો સાક્ષાત રે ૧/૧

એક આપોને સાચા સંત હરિ, જેથી તમે મળો સાક્ષાત રે...
જો સંત મળે તો હરિ મળે, એવી લખી છે શાસ્ત્રમાં વાત રે..  એક૦ ૧
સંત સેવા કરતા હરિ મળે, એની આશિષ ખાલી ન જાય રે  એક૦
એવા મોટા પુરુષ દેજો પ્રભુ, જેને મળતા તમને મળાય રે...  એક૦ ૨
થાકયો ભવસાગરમાં ભટકી હવે, દયા કરી ઉતારો ભવપાર રે. એક૦ 
દેજો મહિમા સાચા સંત તણો, તેથી થાય તમોમાં પ્યાર રે...  એકે૦ ૩
એવા સંત પ્રભુજી ક્યારે મળે, જેને મળતા ભવદુઃખ જાય રે એક૦
એવા સંતનું દર્શન થાશે કેદી, જોતા હૈયુ ટાઢુ થાય રે  એક૦ ૪
એવા સંત તમારું જ્ઞાન' આપી, ભાવે ભેટાડી દે ભગવાન રે  એક૦
કરે મોક્ષ અમારા જીવનો, એવા બનાવી દે ભાગ્યવાન રે  એક૦ ૫

મૂળ પદ

એક આપોને સાચા સંત હરિ

મળતા રાગ

એક શ્રીહરિ મોક્ષના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી