ધન્ય ધન્ય એ ગઢપુર વાસી ગોવિંદને મન ગમતા ૧/૧

 ધન્ય ધન્ય એ ગઢપુરવાસી

ગોવિંદને મન ગમતા

પ્રભુ પરાયણ જીવન જેના

મૂકી મનની મમતા

ગોવિંદને મનગમતા

 

ગઢપુરવાસી પ્રેમના પ્યાસી

જગસુખથી એ ઉદાસી

ભિંતર ભક્તિ ભાવ તપાસી

અહીં રહ્યા અવિનાશી

ગોવિંદને મન ગમતા

 

તનમનધન પ્રભુને સોંપી

હરિની આજ્ઞા કદી નવ લોપી

અંતરની ઇચ્છા લીધી આટોપી

અનુવૃત્તિ એની ઓપી

ગોવિંદને મન ગમતા

 

પ્રભુના તો એ પૂરણ દરિયા

વિશુદ્ધ ભાવે ભરિયા

મહારાજ મળ્યે અંતર ઠરિયા.

સંસાર સિંધુ તરિયા

ગોવિંદને મન ગમતા

 

પ્રેમીજનના પદની રજને

મોટા મુનિવર ઇચ્છે

લક્ષ્મીનારાયણ દાસ કહે છે

પ્રેમી એને પ્રીછે

ગોવિંદને મન ગમતા

મૂળ પદ

ધન્ય ધન્ય એ ગઢપુર વાસી ગોવિંદને મન ગમતા

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી - રાજકોટ ગુરુકુલ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0