સહુ ચાલો છપૈયા ગામ ધરીને હામ સકલ નરનારી ૧/૧

સૌ ચાલો છપૈયા ગામ ધરીને હામ

સકલ નરનારી કે ઉત્સવ નવમીનો ભારી..ટેક

ગામ છપૈયાપુર મહિં, સરવરિયા બ્રાહ્મણ કુળ મહિં.

ચૈત્ર સુદી નવમીએ પ્રગટ્યા અંતર્યામી.

કે ઉત્સવ નવમીનો ભારી.. સૌ ચાલો..૧

પારણીયું નવરતને જડિયું, સોના કેરી સાંકળ કળીયું

ફૂલડાની દોરી સોહે છે બહુ ભારી

કે ઉત્સવ નવમીનો ભારી.. સૌ ચાલો..૨

સૌ ગોપી મળી મંગલ ગાવે,હિરામોતીનો થાળ ભરી લાવે

ધર્મ ભક્તિને આંગણીયે ઉત્સવ છે ભારી

કે ઉત્સવ નવમીનો ભારી..  સૌ ચાલો..૩

સૌ દેવ મળી મંગળ ગાવે, પુષ્પોની વર્ષા વરસાવે

મુખથી જય જય નાદ ગજાવે અતિ ભારી

કે ઉત્સવ નવમીનો ભારી..  સૌ ચાલો..૪

સંતો હરિભક્તો આવે છે,કીર્તન ધુન્ય મચાવે છે

ઉત્સવ મંડળીને દેજો પ્રભુ દર્શન દા’ડી

કે ઉત્સવ નવમીનો ભારી..   સૌ ચાલો..૫

  

મૂળ પદ

સહુ ચાલો છપૈયા ગામ ધરીને હામ સકલ નરનારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0