શોભે સત્સંગના ચાર ચાર ધામ જુઓ કેવા રૂપાળા એ નામ ૧/૧

 રાગ ઃ ગરબી

શોભે સતસંગના ચાર ચાર ધામ

જુઓ  કેવા  રૂપાળા એ ગામ.....     ટેક

પહેલુ તે ધામ રૂડુ છપૈયા શોભતુ,

શ્રીજીના   જન્મનુ   છે   ધામ,

ધર્મ ભક્તિએ અતિ વહાલથી વધાવ્યા,

નામ     પાડી     ઘનશ્યામ               જુઓ..૧ 

બીજુ તે ધામ રૂડુ ગઢપુર શોભતુ,

ઘેલાને      કાંઠે     એ     ગામ

મદિર બંધાવી વાલે મૂર્તિ પધરાવી,

બલિહારી શ્રી ગોપીનાથ નામ          જુઓ..૨

ત્રીજુ તે ધામ રૂડુ વડતાલ શોભતુ,

ગાદી       શોભાવતુ       ધામ,

આંબાની  ડાળે બાંધ્યો  હિડોળો,

ઝૂલાવ્યા     સુંદર      શ્યામ              જુઓ..૩

ચોથુ તે ધામ રૂડુ પીપલાણા શોભતુ,

નાનું   પણ    દીક્ષાનુ   ધામ,

મળ્યા રામાનંદ સ્થાપ્યા સહજાનંદ,

ઉત્સવ   મંડલીના   પ્રણામ                જુઓ..૪

મૂળ પદ

શોભે સત્સંગના ચાર ચાર ધામ જુઓ કેવા રૂપાળા એ નામ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
2
4
 
વિડિયો
નિરજ રાધનપુરા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0