સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧

 સુંદર  શ્યામ છબીલે છેલે, ગઢડુ ઘેલુ  કીધું રે

સમૈયા રંગ ઉત્સવ  કરીને,  દિવ્ય સુખડુ  દીધુ રે ...      સુ૦ ૧

હૈયા હરખ્યા અંતર નાચ્યા, રાચ્યા શ્યામને રંગે રે

સૂધબૂધ ભૂલ્યા શરીરની, રમતા રસિયા સંગે રે  ...        સુ૦ ૨

રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા, લાવ અલૌકિક દીધો રે

કોટિ ભુવનનો કર્તા હર્તા, ભક્તજને વશ કીધો રે...       સુ૦ ૩

આ સમાની વાત અલેખે, શેષ પાર કેમ પાવે રે

ગઢડા તોલે ગોકુળ મથુરા,  કાશી  કેદાર નાવે રે...        સુ૦ ૪

ગઢડુ મારુ હું ગઢડાનો, નથી  કેદી મટવાનો રે

લક્ષ્મીનારાયણદાસે સુણ્યો, હૃદગત મત માવાનો રે...     સુ૦ ૫

મૂળ પદ

સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી - રાજકોટ ગુરુકુલ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0