ખાંતીલો જમુના તટ ખેલે સુંદર શ્યામ સોહાગી ૪/૪

ખાંતીલો જમુના તટ ખેલે, સુંદર શ્યામ સોહાગી ;ચાલ સખી રસિયા સંગ રમીએ, ફૂલ મરજાદા ત્યાગી.    ખાં૦ ૧
રૂપાળો રંગરેલ રમે છે, સરવ ગોવાળા સાથે ;નિરખ્યા જેવો વેશ કર્યો છે, નટવર સુંદર નાથે.  ખાં૦ ર
એક કોર સર્વે ગોવાળા, વ્રજનારી એક કોરે ;પિચકારી રંગડાની પ્રીતમ, મારે છે જોરાજોરે.    ખાં૦ ૩
અબીર ગુલાલની ફાંટ ભરીને, નિશ્શંક થઇ નાખીશું ;રમત્યમાં રસિયાની ગાળ્યું, રાજી થઇ સાંખીશું.    ખાં૦ ૪
પ્રીત કરી પાતળિયા પાસે, ફગુવા માંગી લેશું ;બ્રહ્માનંદના નાથ સંગાથે, રસબસ થઇને રહેશું.   ખાં૦ પ 

મૂળ પદ

વસંત વધાવા વ્રજની નારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી