હરિગુણ ગાવામાં હુંશીલા જગમાં હરિના રે જન ૧/૧

પામર તે હરિરસ શું પીએ

હરિગુણ ગાવામાં હુંશીલા, જગમાં હરિના રે જન;

ખર શું ખાઈ જાણે ખીરને, મલકે ઉકરડે માન;

પામર તે પ્રભુરસ શું પીએ, પામર તે હરિરસ શું પીએ-પામર૦ટેક

કાગ મોતીને શું કરે, મોતી શોધે મરાળ‘;

પાનનાં બીડાં શા પાડીને, પાડો ભરખોલ પરાળ       -પામરo૧

અંધા આગળ શી આરસી ", સમજે છાણાં સમાન;

બહેરા આગળ શું બોલવું, કેમ કરી ઊઘડશે કાન      -પામર૦૨

ભમરે ગીંગાને ભોળવ્યો, બધો દેખાડ્યો બાગ;

જોતાં વાડીનાં ઝાડવાં, ભાળ્યો વિષ્ટાનો ભાગ          -પામર૦૩

શ્વાન ન સમજે રે સંપમાં, અગણિત દેતા ઉપદેશ;

નજરે નાતીલો નિહાળીને, દિલમાં દાખવશે દ્વેષ        -પામર૦૪

અન્નના ભોજન શાં ઊંટને, રીઝે ઝાંખરને રે જોઈ;

ઈતડી વળગી અડણમાં , પીશે પય* છાંડી" લોહી    -પામરo૫

પુરુષાતન ઇચ્છે પાવેયો “, એકેય ન મળે ઈલાજ;

કાળી કાંબળીને કર્મજનો છે, રંગ ન લાગે “ઋષિરાજ” -પામરo૬

 

 

મૂળ પદ

હરિગુણ ગાવામાં હુંશીલા જગમાં હરિના રે જન

રચયિતા

ઋષિરાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0