કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ રે વિચાર ૧/૧

 કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ  વિચાર,

એવી તારી કળા અપરંપારજી...                         ટેક.

હરિવર તું કયે હથોડે આવા ઘાટ છો ઘડનારજી

બાળકને પ્રભુ માતાપિતાની, કેમ આવે અણસાર         એવીo ૧

અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મૂળ ઊંધા મોરારજી;

કીડીનાં આંતર કેમ ઘડીયાં, સુષ્ટિના સર્જનહાર ...        એવીO ર

જન્મ્યા પહેલા દૂધ જુગતે, કીધું તેં તૈયારજી,

મોરના ઈડામાં રંગ મોહન, કેમ પૂર્યા કિરતાર ...          એવીO ૩

કોણ બોલે કોણ કલ્પે, હા કે ના કહેનારજી,

પરસેવાની લીખ પંડની, તાગે ન તારણહાર...             એવીo ૪

અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી,

કાગ કહે કઠણાઈ થઈ તોય આવે નહિ ઈતબાર.        એવીo ૫

મૂળ પદ

કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ રે વિચાર

રચયિતા

કાગ બાપુ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0