વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧

વારે વારે જાઉં વારણિયે, 
  મારો સફળ કર્યો અવતાર રે... વારે
પ્રગટ્યા અમારે કારણિયે,
  અધમોના કરવા ઉદ્ધાર રે... વારે° ટેક
કીધી કૃપા કરુણાકરે રે,
  આવ્યા અક્ષરપતિ ધરી દેહ રે...    વારે
કાપ્યાં બંધન સર્વ કર્મનાં રે,
  અતિ દીન સાથે જોડ્યો સનેહ રે... વારે° ૧
ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે,
  કાંઈ કહ્યામાં નાવે વાત રે...          વારે
અવગુણ અમારા જોય નહિ રે,
  નવ જોઈ તેં નાત ને જાત રે...      વારે° ૨
નારાયણ તમે નર થયા રે,
  મોટા મુક્ત તણા મેલી સાથ રે...   વારે
અઢળક ઢળ્યા આજ અલબેલા રે,
  ભક્તવત્સલ અક્ષરનાથ રે...         વારે° ૩
મુખેથી વર્ણન શું કરું રે,
  મતિ અલ્પ અને અજ્ઞાન રે...         વારે
ભાવટ ભાંગી ભૂધરા રે,
  પ્રેમાનંદના જીવન પ્રાણ રે...         વારે° ૪

 

મૂળ પદ

વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0
 
વિડિયો
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
અજાણ સ્વરકાર

Live
Video
0
0