પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ સવારાં રે રળિયામણાં ૧/૧

 પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ

  સવારાં રે રળિયામણાં °ટેક

જાગો જગમંડળ જગદીશજી, જાગી કરો રે કોટી જનનાં કલ્યાણ °૧

બ્રહ્મા વેદ ભણે ઊભા આંગણે, સારું કરે રે સામવેદનું ગાન °૨

વાગે નારદ વીણા જંત્રની, ગાય ગાંધર્વ રે તોડે તુંબરું તાન °૩

ગાયે તાંડવ નૃત્ય શંકર કરે, વાગે ઘૂઘરા રે રૂડા રુમઝુમ તાલ °૪

સુરરાજ અહિરાજ દર્શને, આવ્યા દેવતા રે જોગી મુનિ મરાલ °૫

રાધા રમા અરજ કરે આંગણે, જાગો જીવન રે દેવા દર્શન કાજ °૬

જાગો મદન મદહર માવજી, સૂતા જાગો રે તમે રાજાધિરાજ °૭

જયકારી જાગ્યા જગદીશજી, જયકારી રે કરવા જનનાં કાજ °૮

જાગી પ્રૌઢ પ્રતાપ પ્રકાશિયો, થયા ઉદય રે સૂરજ સહજાનંદ °૯

દેખી પ્રતાપ પાખંડી દાઝિયા, કેને નાખીશું રે શબ્દસાખીના પાશ °૧૦

અજ્ઞાન અંધારાને કાપિયું, સ્થાપિયો રે જ્ઞાનમણિ પ્રકાશ °૧૧

અજ્ઞાની ઉલૂક જેવા નરનાં, ન ઊઘડે રે નયણાં દિનમાંય °૧૨

ઉલૂખ જેવા નર મૂંઝાઈને, તે સંતાણા રે અઘઅદ્રિ ગુફાય °૧૩

મત પંથ જવાસા જલદ થયા, થયા દુઃખી રે સૂકી થઈ ગયા સાલ °૧૪

કહે અખંડ સુખી કર્યા દાસને, ના'વા પધારો રે નિરખી થઈએ નિહાલ °૧૫

મૂળ પદ

પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ સવારાં રે રળિયામણાં

રચયિતા

અખંડાનંદ મુનિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

પ્રભાતિયા-૧
Live
Audio
0
0