સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો, ૧/૧

સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો,

કરુણાસાગર હે વૃષરાજ, મને તવ દર્શન દેજો હો;

મારા આંગણિયાને આજ, પ્રભુજી પાવન કરજો હો... °ટેક

  પ્રભુ હું દોષ થકી ભરપૂર રાચી રહેલો,

  થઈ મોહ મમતામાં ચકચૂર ફરતો ઘેલો;

તો પણ રાખી મારી લાજ નાથ ઉગારી લેજો હો...       સ્વામી° ૧

  આવ્યો શરણે હે અવિનાશ આજ તમારી,

  પૂરણ કરજો મુજ અભિલાષ વિનંતી મારી;

સુણી સેવકનો દીન અવાજ, મને તવ શરણું દેજો હો... સ્વામી° ૨

  આરત હૃદયે હે ઘનશ્યામ વિનંતી કરું છું,

  શરણાગત વત્સલ સુખધામ શીશ ધરું છું;

દીનબંધું ગરીબનિવાજ, ભવજળ તારી લેજો હો...       સ્વામી° ૩ 

મૂળ પદ

સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો,

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

પ્રાર્થના
Studio
Audio
0
0