જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે ૧/૧

 ૧/૧        ૨૧ 
 
જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે,
ભાવે ભાળી મનોહર માવ, મુનિ કેડે ભમે... જુઓ
શિર બાંધી સોનેરી પાઘ, પેચ ઝૂક્યા પાંપણે,
મન લેવા લટકાળો લાલ, તોરે મોતીડાં તણે... જુઓ
મુખે બ��લે મધુરા વેણ, વધારે વહાલને,
લજ્જા પામે કોટિક કામ, ભાળી હરિ ભાલને... જુઓ
તન તેજ દેખી પ્રકાશ, ઘટે રવિ ચંદના,
એવા શોભે સુંદર શ્યામ, વાલો દયાનંદના... જુઓ 

મૂળ પદ

જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગેશ આરદેશણા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0