સુંદર શ્રી ઘનશ્યામ રે, મારે મો'લે પધોરો ૧/૧

સુંદર શ્રી ઘનશ્યામ રે, મારે મો'લે પધોરો... °ટેક

મો'લે પધારો મારો જનમ સુધારો, નટવર ધર્મકુમાર રે;

ભાવ સહિત ભેટી સુખસાગર, પ્રાણ તણા આધાર રે... મારે° ૧

શિર પર પાઘ મનોહર ધારી, છોગલાં ત્રણ સુખદાય રે;

ખોસીને તોરા ફૂલના ગુલાબી, ફૂલછડી કરમાંય રે... મારે° ૨

જરકસી જામો ને પહેરી પીતાંબર, રેશમી કરમાં રૂમાલ રે;

ઘુઘરિયાળી ચાખડી પહેરી, ચાલજો ગજગતિ ચાલ રે... મારે° ૩

પાનબીડી મુખમાંહી મનોહર, હસતું વદન સુખધામ રે;

અજબ અલૌકિક શોભા ધરજો, ભક્તની પૂરવા હામ રે... મારે° ૪

રસિક નટવર પ્રીતમ પ્યારા, ભક્તિધર્મસુત શ્યામ રે;

દાસ કહે પ્રભુ નિરખીને શોભા, થઈ જાઉં પૂરણ કામ રે... મારે° ૫ 

મૂળ પદ

સુંદર શ્રી ઘનશ્યામ રે, મારે મો'લે પધોરો

રચયિતા

રસિકદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રેમવદનદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શ્રીજી પધાર્યા
Studio
Audio
8
2