જદુપતિ જોવાને કાજે રે, ચાલ્‍યા સહુ સોબતી રે ૧/૪

૬૧પ   પદ  : ૧ (રાગ ગરબી)
 
જદુપતિ જોવાને કાજે રે, ચાલ્યા સહુ સોબતી રે ; માઘ વદી પડવાને દિન રે, પોત્યા સર્વે ગોમતી રે.      
લેવા ધન ગુગળી સર્વે રે, આરે આડા આવિયાં રે ;જેણે ધન દીધું તેને રે, રૂડે નવરાવિયા રે. 
કોઈ સ્થળ અટક ન હોવે રે, ત્યાગી સ્વચ્છંદને રે ;એવું જાણી કાંઈ ન પૂછયું રે, સચ્ચિદાનંદને રે.   
વિદેહી નહાવા ચાલ્યા રે, ગોમતી નીરમાં રે ;વાયસ જેમ વીંટી વળીયા રે, વિપ્ર સર્વે તીરમાં રે. 
બાળ વૃદ્ધ કપટી કહીને રે, બહુ ડારા કરે રે ;બ્રહ્માનંદ ક્ષોભ ન થાય રે, તોય મુનિ અંતરે રે.    પ 

મૂળ પદ

જદુપતિ જોવાને કાજે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી