નવલ વસંત વધાવા જૈયેં સબ મિલકે વ્રજનારી ૨/૪

નવલ વસંત વધાવા જૈયેં, સબ મિલકે વ્રજનારી ;
રસિક રાય સંગ જાયકે રમીયે, લોક લજ્યા સબટારી ; ન૦ ૧
લેહો સાજ ખેલનકો સજની, ચલોહું જૂથ મિલ સારી ;
રંગ ઘોર ભર અજબ ગગરિયાં, દેઉ શ્યામ પર ડારી. ન૦ ર
કાન કુંવરસે જોર પકરકે, લેવેંગે ફગુવા ભારી ;
જો અપને હારેંગે તો યાકું, દેવેંગે રાધા પ્યારી. ન૦ ૩
ભેલી હોય કે સરવ ભામનિયું, મન માંહી વિચારી ;
બ્રહ્માનંદ નવલ પ્રીતમ સંગ, ચલવેંગેં પિચકારી. ન૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલોરી ભામની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી