આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી ૩/૪

 આજ વસંત અજબ જમુના તટ, ખેલ રચ્યો વનમાલી ;

પાવન નેન કરીશું સજની, નટવર નાથ નિહાલી. આ૦ ૧
શ્યામ સુંદર વ્રજવિનતા સંગે, ગાવે છે દેઇ દેઇ તાળી ;
માનનિયુંનાં મન હરવાને, પાઘ ધરી પેચાળી. આ૦ ર
ગોપીજન ગુલતાન કરી સરવે, રસિયે રંગ ઉછાળી ;
પ્રાણજીવન પિચકારી લઇને મારે છે ભાળી ભાળી. આ૦ ૩
કાન કુંવર રંગભીનો કાજુ, મોરલી વાયે છે મરમાળી ;
બ્રહ્માનંદના નાથ સંઘાથે, રમીએ લજ્જા ટાળી. આ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલોરી ભામની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શશીકાંતભાઇ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0