જુઓ હરિ બામરોલી આજ હિંડોળે ઝુલે મહારાજ, ૧/૧

જુઓ હરિ બામરોલી આજ, હિંડોળે ઝુલે મહારાજ, 
ઝૂલાવે છે ભકત સમાજ હિંડોળે ઝુલે મહારાજ...ટેક.
ખેતરમાં મહા મોટંુ રાણ્ય કેરૂ ઝાડ છે, 
મહા મોટી એની એક રૂપાળી ડાળ છે, 
બાંધ્યો તીંયા હિંડોળો ઉજાસ... હિંડોળે૦ ૧
ફૂલબા ને પ્રાણબાએ બાંધ્યો છે હિંચકો, 
વાલાજીને કહ્યું પ્રભુ આવો હેતે હિંચકો, 
સુણી એના હૈયાનો અવાજ... હિંડોળે૦ ૨
ઊંચી ઊંચી રાણ્ય છે ને લાંબી એની ડાળ છે, 
લાંબી લાંબી દોરીએ હિંચતા દયાળ છે, 
લાંબે લહરકે હિંચે રાજ... હિંડોળે૦ ૩
ફંગોળીને હિંચકો નાંખે વાલાને, 
હસી પડે હરિ બહુ ગમે વાલાને, 
આવ્યા દેવો જોવાને આજ... હિંડોળે૦ ૪
પીયુને ઝૂલાવ્યા બહુ હેતમાં ને પ્રીતમાં, 
ઝૂલતી છબીને સહુ ઉતારે ચિત્તમાં, 
રાજી થયો ‘જ્ઞાન' આ સમાજ... હિંડોળે૦ ૫ 

મૂળ પદ

જુઓ હરિ બામરોલી આજ

મળતા રાગ

ખમ્મા મારા નંદજીના લાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0