અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને ૪/૪

 અજબ વસંત વધાવા ચાલો, સબ સખી સાજ કરીને ;

નિશ્શંક થઇ નટવર સંગ રમીએ, અંતર ધીર ધરીને.    અ૦ ૧
અબીર ગુલાલ લિયો ભર ઝોરી, કેસર માટ ભરીને ;   
રૂડી પેર રંગમાં રોળીશું, કાન કુંવર પકરીને.              અ૦ ર
પાતળિયા સન્મુખ પિચકારી, ચલવીશું ફરી ફરીને ;    
નંદતણા નાનડિયાને ઝાલી, લેશું તે ફગવા લરીને.     અ૦ ૩
જો રમતાં આપણ હારીશું તો છૂટીશું પાય પરીને ;     
બ્રહ્માનંદના નાથને નિરખી, રહેશું તે નયણ ઠરીને.       અ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલોરી ભામની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી