આવો રમીએ હોરી નવલ શ્યામ ધિંગાણાં સુંદર ધૂમ ધામ ૫/૬

 

આવો રમીએ હોરી નવલ શ્યામ, ધિંગાણાં સુંદર ધૂમ ધામ. આ૦ ટેક
કેસર ઘોળાવી કરીએ રંગ, અતિ અંતરમાં ભરીએ ઉમંગ ;
આવીને મચાવો ખૂબ ખેલ, રંગભીના ચલવો રંગ રેલ. આ૦ ૧
ખાખરી ફૂલિત વનમાં પલાશ, આવ્યો ફાગણ પૂરી કરો આશ ;
તમ સાથે રમવા ઘણા કોડ, હરિ હોરી રમીએ કરીયે હોડ. આ૦ ર
અમે જીતશું તો રાખશું તમને પાસ, તમે જીતોતો કરજો અમને દાસ ;
વળી સામાસામી કરીએ મેળ, ભરી ઝોળીને થાઇએ સેળભેળ. આ૦ ૩
અમે ઘેરી કરીશું તમને હાથ, મનમાન્યા ફગુવા લેશું નાથ ;
બ્રહ્માનંદ વહાલા ભીને વાન, કોડીલા પધારો રસિક કાન. આ૦ ૪

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી