સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો ૧/૧

સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો,
જેમ છે એમ જીવન મને, તમારો મહિમા સમજાવો,
હરિ હરિજનનો મહિમા મારે, નિશદિન વાલા ગાવો...ટેક
દિવ્ય તમારું રૂપ રસિયા, દિવ્ય તમારા ગુણો,
સર્વત્ર હરિ વાસ તમારો, ખાલી નહિ કોઇ ખુણો,
ખૂણો ન ખાલી થાય તમથી, ભાગીને કયાં જાવો...સમજાવો૦ ૧
દયા કરી અણમાપ દયાળું, હું છું નાથ તમારો,
સાચુ કહું હે સ્નેહીડા મારે ખપ છે નાથ તમારો,
માટે તમે મોહન મુજને, એક જ અનુભવાવો...સમજાવો૦ ૨
ગુરુ ગોપાળાનંદસ્વામીની પરંપરામાં આવ્યો,
આ વખતે હું જનમ લઇને, વાલમ અતિશે ફાવ્યો,
સ્વામીને છે તેવોજ મહિમા, તમારો મુને થાવો...સમજાવો૦ ૩
આજ અનુપમ અવસર આવ્યો, ભારે ભવજળ તરવા,
હરિભકતોને રાજી કરીને તમને રાજી કરવા,
હરિ હરિજનનો મહિમા જલ્દી, જ્ઞાનજીવનને કરાવો.. સમજાવો૦ ૪

મૂળ પદ

સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી