છેલ છબીલો નંદનો લટકાળો લટકાળો રે૩/૪

છેલ છબીલો નંદનો લટકાળો, લટકાળો રે ;લટકાળો કરે નૌતમ ખ્યાલ, જલ જમુનાના તીરમાં.       લટ૦ ટેક
કોડે હેરે વ્રજકામની ચટકાળી, ચટકાળી રે ;ચટકાળી સુંદર એની ચાલ, ગરક ગુલાલ અબીરમાં.      લટ૦ ૧
ભરી પિચકારી મારત હરિ શોભે, હરિ શોભે રે ;હરિ શોભે ગોવાળાને સંગ ;     
રંગતણી છોળું ઢળી દેખી લાજે, દેખી લાજે રે,દેખી લાજે છબીકોટિ અનંગ, દાંત ડોલરિયાની કળી.      લટ૦ ર
લાલ કમળ કેરી પાંખડી અણિયાળાં, અણિયાળાં રે ;અણિયાળાં નટવરજીનાં નેણ ;  
નાસા મનોહર નમણી રઢ લાગી, રઢ લાગી રે,રઢ લાગી રમવા દિન રેણ, ઘેરી રહી ગજ ગામિની.       લટ૦ ૩
ગોપી ને ગોવાળિયા રંગ ઢોળે, રંગ ઢોળે રે,રંગ ઢોળે થયાં ઘેલાં તૂર ;     
કોઇ ન ગાંઠે કોઇને બ્રહ્માનંદનો, બ્રહ્માનંદનો રે,બ્રહ્માનંદનો વહાલો જોબનપૂર, મગન થઇ ત્રિય જોઇને.   લટ૦ ૪ 

મૂળ પદ

હેલ ઉપાડી એકલી હું તો ગઇતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી