અણિયાળી રે અળબિલા, થારી આંખડી હો; ૨/૪

૨૧૨                           પદ-૨/૪
અણિયાળી રે અળબિલા, થારી આંખડી હો;
અખિયા થાકી અતિ અણિયાળી, વણકાજળ માંય કાળી;
શામ કરચલી નીચે શોભે, મન લાગે મરમાળી                        અણિયાળી.૧
અમલ આંખડી કમલ પાંખડી, ચોરે ચિતડું ચાલે;
ગેલી થઈ સરવે વ્રજ વનિતા, આંખીને ઉલાળે.                        અણિયાળી.૨
રસભરી રેખા રક્ત વિરાજે, કરુણા રસ વરતાવે;
ખંજન મિન ચપલતા લખી લખી, થિરતા નહિ દરશાવે.          અણિયાળી.૩
રતિ પતિ ધનુષ સમાન ભ્રકુટિ, નયન તિખર થારા;
 વૈષ્ણવાનંદ કહત માંકે ઉર, લાગત જગ ભય ખારા.               અણિયાળી.૪
સુંદર છોગું શિશ ધરેલું, જરકસી મોતીડાવાળું;
વૈષ્ણવાનંદ કે મોલિડું દેખી, અંતર થયું અંજવાળું                    પ્યારી.૪
 

મૂળ પદ

પ્યારી લાગે રે પાતળીયા થારી પાઘડી હો;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી