અતિ રૂપાળી મૂર્તિ મારા શ્યામ રે, તુજ પર જાઉં વારી ૨/૮

અતિ રૂપાળી મૂર્તિ મારા શ્યામ રે, તુજ પર જાઉં વારી;
	હું તો રટું છું હરિ તારું નામ રે, સુખડું આવે ભારી...ટેક.
મરક મરક તમે હસો છો હરિ,
		લીધાં સર્વેનાં મન હરી રે...તુજ૦ ૧
ધાર્યાં છે શ્રીહરિ શ્વેત વસ્ત્ર તમે,
		શ્વેત તમોને બહુ ગમે રે...તુજ૦ ૨
અવિચળ સુખ આપવામાં તમે શૂરા,
		પ્રેમ દેવામાં પિયુ પૂરા રે...તુજ૦ ૩
આપનાં ચરિત્ર ને આપ કેરી મૂર્તિ,
		જ્ઞાનની રહો એમાં સુરતિ રે...તુજ૦ ૪
 

મૂળ પદ

મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી

મળતા રાગ

તારા મુખની લાવનતા મીઠી રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

નોન સ્ટોપ કીર્તન વિગત

ધ્યાનનાં પદો

ઉત્પત્તિ

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી