કેવો રૂડો શોભે વાલો આજ, ફેન્સી વાઘે રૂપાળો ૧/૧

કેવો રૂડો શોભે વાલો આજ, ફેન્સી વાઘે રૂપાળો;
	ફેન્સી વાઘે રૂપાળો, પિયુડો અતિશે હેતાળો...કેવો૦ ૧
અહો તારી પાઘ પીછી ન્યારી, મંદમંદ હસો છો દયાળુ;
	મંદમંદ હસો છો દયાળુ, મુખડું લાગે છે રૂપાળું...કેવો૦ ૨
ધોતી તારી રહી હું તો જોતી, પાટલીએ પ્યાર ઊપજે છે;
	પાટલીએ પ્યાર ઊપજે છે, મન મારું અખંડ ભજે છે...કેવો૦ ૩
રૂડા તારા હાથમાં વાલીડા, ફૂલ કેરો ગજરો ધર્યો છે;
	ફૂલ કેરો ગજરો ધર્યો છે, વાલા તું તો સુખનો ભર્યો છે...કેવો૦ ૪
સર્વોપરી મૂરતિ છે તારી, જ્ઞાનસખી મોહી રહી છે;
	જ્ઞાનસખી મોહી રહી છે, નેતિ નેતિ વેદમાં કહી છે...કેવો૦ ૫
 

મૂળ પદ

કેવો રૂડો શોભે વાલો આજ

મળતા રાગ

એકવાર આવજો મહારાજ દર્શન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0