અહો અહો નાથ મારા સુખકારી છો હિતકારી છો ૧/૧

અહો અહો નાથ મારા સુખકારી છો હિતકારી છો;
	આવો મારે હૈયે રહો, નાથ મીઠી વાતો કહો...અહો૦ ટેક.
અતિ રૂડી શોભા તારી હૈયામાં સંભારું,
આવી તારી મૂર્તિ પિયા પળ ના વિસારું,
	પાઘ જામો સુરવાળ હૈયામાં ધારું, અખંડ વિચારું...નાથ૦ ૧
પાઘડીમાં તોરો પિયુ શોભે છે અનેરો,
હૈયામાં હાર હરિ શોભે છે ઘણેરો,
	સર્વોપરી મૂર્તિ મને વાલી લાગે છે, બહુ પ્રીત જાગે છે...નાથ૦ ૨
લીંબુ પીળા વાઘે તમે શોભો છો છોગાળા,
ચરણે તારે શોભે વાલા, ઝાંઝર ઘૂઘરિયાળાં,
	જ્ઞાનજીવન લાલ નખ જોઈ રહું છું, હું ચૂમી લઉં છું...નાથ૦ ૩
 

મૂળ પદ

અહો અહો નાથ મારા સુખકારી છો

મળતા રાગ

પ્રાણ પ્યારા હરિ મારા સુણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0