અહો મારા સર્વોપરી ઘનશ્યામ, મૂર્તિ તારી સર્વે સુખનું ધામ ૧/૧

અહો મારા સર્વોપરી ઘનશ્યામ, મૂર્તિ તારી સર્વે સુખનું ધામ;
				રાત-દિન જોયા કરું...ટેક.
	મોરપીંછ રંગનો ખેસ છે અનૂપ;
		દિવ્ય તારું વાલું લાગે છે સ્વરૂપ...રાત-દિન૦ ૧
	ગુલાબી જામો શોભે છે રસાળ;
		ધોળો તારો પ્યારો લાગે છે સુરવાળ...રાત-દિન૦ ૨
	મોજડી મજાની પહેરી મારા નાથ;
		હારલાઓ શોભે છે હૈયા સાથ...રાત-દિન૦ ૩
	પાઘડીમાં તોરો રૂપાળો અપાર;
		મુખ જોઈ થાય છે મને પ્યાર...રાત-દિન૦ ૪
	હાથમાં ગજરો ને ચક્ર સોહાય;
		જ્ઞાનજીવન સમરે એને સદાય...રાત-દિન૦ ૫
 

મૂળ પદ

અહો મારા સર્વોપરી ઘનશ્યામ

મળતા રાગ

નથી મારે થાવું તમારા દાસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0