ઘનશ્યામ તારા મુખને, હું ચૂમું ભાવ ભરીને ૧/૧

ઘનશ્યામ તારા મુખને, હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને;
	રૂપ રૂપનું ધામ છો તમે મારા પ્રીતમ પ્યારા...ઘન૦ ટેક.
તમે મંદમંદ હસતા રહો છો, તમે મીઠી વાત કરો છો;
દઈ દર્શન પાપ દહો છો, તમે નિર્મળ પ્રેમ ચહો છો;
	જોઈ તારી કાયા લાગી છે માયા, ફાવી છું તુજને વરીને...ઘન૦ ૧
અહો વાહ તારો કંઠો કેવો, આ હાર છે જોયા જેવો;
આ ગજરો જોઈ લો એવો, એને કહી કહી કહીએ કેવો;
	સારો છોગાળો પીંછીવાળો, જોઉં છું મનડું ભરીને...ઘન૦ ૨
મારું મોજડીએ મન મોહ્યું, આ ખેસમાં દિલડું ખોયું;
મેં તો સર્વે જગતમાં જોયું, આવું રૂપ મેં ક્યાંય ન જોયું;
	જ્ઞાનજીવન કહે મૂર્તિ જોતાં, જાશું અમે તરીને...ઘન૦ ૩
 

મૂળ પદ

ઘનશ્યામ તારા મુખને

મળતા રાગ

અમારા મંદિરના ઘનશ્યામજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0