નેત્ર કટાક્ષે નાથ મારું, હૈયું વીંધી નાંખ્યું ૧/૧

નેત્ર કટાક્ષે નાથ મારું, હૈયું વીંધી નાંખ્યું;
	દોડીને હું ભેટી પડું, વિયોગે તમારે રડું...હૈયું વીંધી૦ ટેક.
વાદળી રંગના વાઘા વાલા, પહેર્યા સુખધામ;
તેના ઉપર પહેરી કોટી, શોભો છો ઘનશ્યામ;
	પાઘ તારી સુંદર એવી, રાત દિવસ જોયા જેવી...હૈયું૦ ૧
નયન કેરે ચાળે મારું, હૈયું કર્યું પાગલ;
હું શું કરું હે વાલમ મારા, દિલ થયું છે ઘાયલ;
	સૂઝે નહિ મને ઘરકામ, રટું હું તો શ્યામ શ્યામ...હૈયું૦ ૨
કંઠો કુંડળ તોરા તારા, છડી શોભાધામ;
પગે વીંટી ઝાંઝર તારે, હાથે તોડા શ્યામ;
	ખેસ જોતાં પ્રીત જાગે, કંદોરો મન મીઠો લાગે...હૈયું૦ ૩
મુખનો મરકલડો તારો, ભૂલ્યો ના ભુલાય;
ગોળ ગોળ ફરો ત્યારે, ચિત્તડું ચોરાય;
	જ્ઞાન કહે દોડી ભેટું, નથી રહેવાતું છેટું...હૈયું૦ ૪
 

મૂળ પદ

નેત્ર કટાક્ષે નાથ મારું

મળતા રાગ

આવો રે પ્રીતમ મારી મેડીએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0