સુણ મારા ઘનુ, કહું મારા દિલનું, તારા વિના નથી ૧/૧

સુણ મારા ઘનુ, કહું મારા દિલનું,
તારા વિના નથી મારે, કામ મારા તનનું, (૨)
	તું છો મારો પતિ, હું છું તારી સતી...તારા૦ ટેક.
સતી નારી તો રહે પતિને જ સંગ,
હેતે જોડે છે છૈયાં સંગ અંગેઅંગ;
	પતિ વિના કામ નથી એને તન-ધનનું...સુણ૦ ૧
સતી તો છે પ્યારા પતિની જ છાયા,
જુદી કેમ રહે પિયુ છાયા ને કાયા;
	સતી તો ચિંતન કરે, પતિના જ તનનું...સુણ૦ ૨
તુજ વિના નાથ મારે ઇચ્છા નથી બીજી,
હરપળ રહું ઘનુ તુજ સંગ રીઝી,
	જ્ઞાનસખી માગે સુખ સદા દર્શનનું...સુણ૦ ૩
 

મૂળ પદ

સુણ મારા ઘનુ, કહું મારા દિલનું, તારા વિના નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૩૦/૦૭/૨૦૦૮, કુંડળધામ, પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નમ્રતા શાસ્ત્રી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સલૈશ+ઉત્તપલ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સલૈશ+ઉત્તપલ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0