ઘનશ્યામ ઓ ઘનશ્યામ, મારો શ્યામ ઘનશ્યામ ૧/૧

ઘનશ્યામ ઓ ઘનશ્યામ, મારો શ્યામ ઘનશ્યામ,
હું તો તારી છું દિવાની, તું તો મારો છો દિવાનો;
	તારા વિના નથી મારે કોઈનું રે કામ...ટેક.
મને ગમે છે તું અતિ, મારી તુજમાં છે મતિ;
મારી તુજ એક ગતિ, મારો તુજ પ્યારો પતિ;
	તારા વિના સર્વે સુખો મારે છે નકામ...ઘનશ્યામ૦ ૧
મારા વાલા વાલા નાથ, તમે ઝાલો મારો હાથ;
પ્રેમે ભરો પ્રભુ મને બાથ, સદા રહોને મારી સાથ;
	મારા દિલમાં લખ્યું પ્યારા ઘનુ તારું નામ...ઘનશ્યામ૦ ૨
તું છો જળ ને હું છું લીલ, મેં તો દીધું તને દિલ;
નથી કામ કોઈ મુશ્કિલ, વેગે વર્ય તું કર ના ઢીલ;
	જ્ઞાનસખીને તારા વિના બીજું છે હરામ...ઘનશ્યામ૦ ૩
 

મૂળ પદ

ઘનશ્યામ ઓ ઘનશ્યામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૩૦/૦૭/૨૦૦૮, કુંડળધામ, વહેલી સવારે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જીગીશા ખેરડીયા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0