અગત્રાઈના પર્વતભાઈ રે, સદા રહેતા તે મૂર્તિમાંઈ રે ૧/૧

અગત્રાઈના પર્વતભાઈ રે, સદા રહેતા તે મૂર્તિમાંઈ રે,
	પ્રગટ પ્રભુમાં અતિશે પ્રીત રે, કરે સેવા કુટુંબ સમેત રે...૧
કરી લીલા લાલે એને ઘેર રે, ભક્તજનને કરાવી છે લે’ર રે,
	નિજ સખાને પીરસ્યું વાલે રે, ધાર ખેંચ્યા વિના ઘૃત આલે રે...૨
થયો ઘીએ ગારો ઘરમાંય રે, નાચી ઊઠયા છે પર્વતભાય રે,
	જોઈ આશ્ચર્ય પામ્યા કાઠી અતિ રે, આ તો ભક્ત છે અકળ ગતિ રે...૩
વળી એક દિવસે ક્ષેત્રમાંયે રે, પૂર્યો સંકલ્પ શ્રીજી સુખદાયે રે,
	નિજ મૂરતિમાંથી અવતાર રે, કાઢી બતાવ્યા છે તેહ વાર રે...૪
વળી લીન કર્યા નિજમાંય રે, જોઈ રહ્યાં છે પર્વતભાય રે,
	એમ સર્વોપરિતા બતાવી રે, સર્વે અવતારો નિજમાં સમાવી રે...૫
એક દિવસે હળને હાંકતા રે, કરે માનસી રાખીને સમતા રે,
	નિજ ભાઈને પડિયો છે વેમ રે, ચાલુ હળે ઊંઘે છે આ કેમ રે...૬
ઠોહો મારીને જગાડિયા જ્યારે રે, દહીં રોટલા પડિયાં તે’વારે રે,
	થયું માનસીનું તે સાક્ષાત રે, આ તો આશ્ચર્યકારી બહુ વાત રે...૭
પર્વતભાઈ તો પર્વતપ્રાય રે, નહીં બીજાથી એવું થવાય રે,
	છેલ્લે ડસકે હતો નિજ તન રે, તેની કરવા રહ્યા ન જતન રે...૮
હરિપત્ર સુણી તર્ત ચાલ્યા રે, તે તો કોઈના ન રહ્યા ઝાલ્યા રે,
	આવ્યા ગઢડે શ્રીહરિ પાસ રે, એવા હતા અનન્ય તે દાસ રે...૯
થાઉં આપણે ઝટ એના જેવું રે, દેહ અભિમાની નવ રે’વું રે,
	રાજી કરી લેવા અતિ હરિ રે, જ્ઞાનજીવન અખંડ સમરી રે...૧૦
 

મૂળ પદ

અગત્રાઈના પર્વતભાઈ રે

મળતા રાગ

ચોપાઈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી