મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે, મારું મંદિરયું મહારાજ ૩/૯

મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે;
		મારું મંદિરયું મહારાજ, અક્ષર કીધું રે...૧
હવે રહો રસિયા દિનરાત, કરી મન હેઠું રે;
		મુને મળી ચિંતામણિ શ્યામ, દુ:ખ નહિ વેઠું રે...૨
મને સર્વે સૈયરમાં શ્યામ, કીધી સમોતી રે;
		મારા હૈડા કેરી હામ, સર્વે પોતી રે...૩
વાલા મુજ નગણી પર નાથ, અઢળક ઢળિયા રે;
		તમે એકાંતે અલબેલ, આવીને મળિયા રે...૪
મુને મુખથી દીધો તંબોળ, હસીને બોલાવી રે;
		મારા મનની ઇચ્છા આજ, સઘળી ફાવી રે...૫
તમે રસિયાજી રસરીત, શું સુખ આપ્યું રે;
		મુક્તાનંદ કહે મહારાજ, દુ:ખડું કાપ્યું રે...૬
 

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઘનશ્યામ સ્નેહી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0