મારા પિયુ પરમાનંદ, પ્યારા સ્વામી સહજાનંદ ૧/૧

મારા પિયુ પરમાનંદ, પ્યારા સ્વામી સહજાનંદ,
	સ્વામી સહજાનંદ, મારા આત્માના આનંદ...મારા૦ ટેક.
તમે મુજમાં રે, હું તો તુજમાં સદાય,
નથી તુજ વિનાનો હુંય, નથી મુજ વિનાનો તુંય;
	છીએ એકમેક રે, આદિ-અનાદિના સાથ...મારા૦૧
હું તો દાસ છું રે, તું તો સ્વામી છો સદાય,
હું તો નહિ સમરથ, તું તો અતિ સમરથ;
	ચિદચિદ છે રે, સદા તમારે આધીન...મારા૦૨
સદા સ્વતંત્ર સાકાર, તમે અક્ષરધામ નિવાસી,
તમે સુખદાતા સદાય, હું તો સુખભોક્તા છું રાય;
	હરિ જ્ઞાન તમારું રે, મને તમારાથી થાય...મારા૦ ૩
 

મૂળ પદ

મારા પિયુ પરમાનંદ, પ્યારા સ્વામી સહજાનંદ

મળતા રાગ

માનો ગરબો રે, રમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા. ૧૦/૦૫/૨૦૧૨, કુંડળધામ, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
ખુમારી
Studio
Audio & Video
0
0