ધન્ય સ્વામી સહજાનંદ, ધન્ય સ્વામી સહજાનંદ ૧/૧

ધન્ય સ્વામી સહજાનંદ, ધન્ય સ્વામી સહજાનંદ;
	અમારી ઉપર તમે અતિ દયા આણી...ટેક.
અક્ષરધામના ધામી આપે, અવની ઉપર આવ્યા;
	જીવોનાં કરવાને કલ્યાણ, અક્ષરમુક્તો લાવ્યા...ધન્ય૦ ૧
છપૈયામાં વાલે લીલા, કરી બહુ પેર;
	અગિયાર વરસ, ઘનશ્યામ રહ્યા ઘેર...ધન્ય૦ ૨
અયોધ્યામાં અસુરોનો, ઘડી નાખ્યો ઘાટ;
	તીરથો કરવાને પાવન, લીધી વનવાટ...ધન્ય૦ ૩
રામાનંદને મળી બેઠા, ગાદી જેતપુર;
	ફરી દેશોદેશ, મતપંથ કર્યા ચૂર...ધન્ય૦ ૪
અંતરશત્રુનું વાલે, ટાળ્યું બધે જોર;
	અમારે મનડે વસ્યા, શ્રીજી ચિત્તચોર...ધન્ય૦ ૫
અધર્મ ઉથાપી ધર્મ, સ્થાપ્યો તતખેવ;
	ષટધામે નિજ હાથે, સ્થાપ્યા રૂડા દેવ...ધન્ય૦ ૬
ધોલેરા શ્રીપુર જૂનાગઢ ભુજ ગામ;
	ગઢડા વડતાલ કીધાં, ‘જ્ઞાન’ મોટાં ધામ...ધન્ય૦ ૭
 

મૂળ પદ

ધન્ય સ્વામી સહજાનંદ

મળતા રાગ

નાગર નંદજીના લાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પ્યારા
Studio
Audio
0
0