અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો ૧/૧

 અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
	સંતો રૂપે ભક્તો રૂપે વાલમ મુજને ઘણું કહો છો...ટેક.
અંદર બહાર સાથે રહીને, સતત મારું પોષણ કરો છો;
અતિ કરુણા કરીને પ્રિતમ, અજ્ઞાન મારું શોષણ કરો છો;
	મૂર્તિરૂપે દિવ્યાતિ દિવ્ય આનંદથી મારી છાતી ભરો છો...૧
સત્શાસ્ત્રો ને સંતોના મુખથી, સમજાવી મારી શંકા હરો છો;
આત્માની નિષ્ઠા સંતોની નિષ્ઠા, ભગવત્નિષ્ઠા દૃઢ કરો છો;
	કરુણાનિધાન કરુણા કરીને, બાહ્યાન્તર સહુ દુ:ખ હરો છો...૨
અંતર મારે સદા વસીને, કરાવો છો તમે સદ્વિચારો;
અખંડાનુભવ કરાવા આપનો, સતત રાખો છો જ્ઞાનનો મારો;
	તમે જ મુજને તમારા તરફ, ખંત રાખીને ખેંચ્યા કરો છો...૩ 
 

મૂળ પદ

અખંડ સુખિયો કરવા મુજને

મળતા રાગ

રાજી થયાનું પોતે કરાવી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૨૭/૦૪/૨૦૧૦, વડોદરા, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
મોના તોષ
પ્રાર્થના
Studio
Audio & Video
0
0