વ્હાલા સુંદર શ્યામ સુજાણ મારે ઘેર આવો રે ૫/૯

વ્હાલા સુંદર શ્યામ સુજાણ, મારે ઘેર આવો રે;
મારા પ્રાણ તણા આધાર, મન ઘણું ભાવો રે. ૧
તારી વાંસલડી વ્રજરાજ, ચિતડું ચોરે રે;
તારાં નયણાં નંદકુમાર, કાળજ કોરે રે. ર
તારી ઘુઘરડીનો ઘોર, ઘમઘમ બોલે રે;
તે સુંણતાં સુંદર શ્યામ, મન મારૂં ડોલે રે. ૩
તારા ઝાંઝરનો ઝણકાર, અતિ સુખકારી રે;
તારી છબી પર સુંદર શ્યામ, જાઉં બલહારી રે. ૪
વ્હાલા ઉર મુક્તાફળ હાર, સુંદર છાજે રે;
તેને નિરખી કોટિક કામ, શોભા લાજે રે. ૫
વ્હાલા એ છબી ઉરમાં નાથ, નિશદિન રહેજ્યો રે.
મુક્તાનંદ કહે મહારાજ, દર્શન દેજ્યો રે. ૬

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી