તમે મહેર કરી મહારાજ સામું જોયું રે ૭/૯

તમે મહેર કરી મહારાજ, સામું જોયું રે;
તે દિનથી સુંદર શ્યામ, મન મારૂં મોહ્યું રે. ૧
મારી પશુ પક્ષીની રીત, તે તમે ટાળી રે;
મને કરુણાની દૃષ્ટિએ કાન, રહો છો ભાળી રે. ર
મારા અવગુણીયા રે અપાર, મન નથી ધરતા રે;
રહો છો અધિક અધિક અલબેલ, કરુણા કરતા રે. ૩
તારા ગુણ જોઇ ગિરધરલાલ, મનમાં હું હરખી રે;
હું તો જીવું છું જગદાધાર, તમને નિરખી રે. ૪
મારે તમ થકી જગમાં કોઇ, નથી બીજું પ્યારૂં રે;
વ્હાલા તન ધન પ્રાણ સમેત, તમપર વારૂં રે. ૫
મારે મંદિરે આવો માવ, મહાસુખ દેતા રે;
મુક્તાનંદ કહે મહારાજ, મન હરી લેતા રે. ૬

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
4
0