મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી;
સદા રાજી રહેજો સુખધામ રે, દયાળુ દુ:ખહારી...ટેક.
દાસ જાણજો મને આપનો હે સ્વામી,
ટાળજો સર્વે મારી ખામી રે...શ્રીહરિ૦ ૧
નિષ્કામ ભક્તો છે બહુ તને પ્યારા,
આપ જ મોક્ષ દેનારા રે...શ્રીહરિ૦ ૨
કુસંગ માર્ગનો ક્ષય કરનારા,
સમરથ સર્વાધારા રે...શ્રીહરિ૦ ૩
જ્ઞાનજીવન કહે આપનાં ચરિત્ર,
કરે પાપ બાળી પવિત્ર રે...શ્રીહરિ૦ ૪
ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને