તમે સ્વતંત્ર મૂર્તિ પરમાત્મા; નથી વર્ણન થાતું તમારું વાતમાં જી રે ૫/૮

તમે સ્વતંત્ર મૂર્તિ પરમાત્મા;
	નથી વર્ણન થાતું તમારું વાતમાં જી રે...તમે૦ ૧
મૂર્તિ તમારી સદા શબ્દાતીત છે;
	એની અનુભવથી જ પ્રતીત છે જી રે...તમે૦ ૨
મહાદુર્લભ તમે જ મહારાજ છો;
	તમે એક જ રાજાધિરાજ છો જી રે...તમે૦ ૩
તમે ક્ષર અક્ષરથી ઉત્તમ છો;
	તમે પ્યારા પ્રભુ પુરુષોત્તમ છો જી રે...તમે૦ ૪
તમે સત્યકામ સંતવિશ્રામ છો;
	તમે સર્વે ગુણોના એક ધામ છો જી રે...તમે૦ ૫
તમે નિર્વિકાર સદા આમનામ છો;
	સદા જ્ઞાનજીવનના આરામ છો જી રે...તમે૦ ૬
 

મૂળ પદ

ગાઉં મહિમા અલૌકિક આપનો

મળતા રાગ

મારે આજ પ્રીતમ ઘેર આવશ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી