સરોવરની પાળે આબલીયાની ડાળે ઝુલે ધર્મલાલો જોવાને સખી ચાલો, ૧/૧

 સરોવરની પાળે આંબલિયાની ડાળે;
ઝૂલે ધર્મલાલો જોવાને સખી ચાલો;
	હીંચકો બાંધ્યો ફૂલે, અને વાલો મારો ઝૂલે;
	ઝુલાવે સંતો પ્યારા, ઝૂલે છે પ્રાણ મારા...ટેક.
હીંચકો નાખે સંતો મારા, ઝૂલે મારો રાય;
ઝૂલતા શ્રીજી જોઈને મને, આનંદ-આનંદ થાય;
	ફરકે છે ખેસ વાલાનો, છૂટે સુગંધ માળાનો...સરોવર૦ ૧
ઝૂલતાં ઝૂલતાં હસે હેતાળો, લટકાં કરતો લાલ;
ફરર ફરર હીંચકો હાલે, જોઈને ઊપજે વ્હાલ;
	વાલો મારો જોયા જેવો, બેય ગાલે ચૂમ્યા જેવો...સરોવર૦ ૨
ઝૂલતા મારા જીવને જોવા, દેવો આવ્યા આકાશ;
જ્ઞાનજીવન કે’ ઝૂલતાં જોયા, સર્વોપરી અવિનાશ;
	ટળ્યાં તેનાં સર્વે પાપ, મળ્યા પ્રભુ આપો આપ...સરોવર૦ ૩ 
 

મૂળ પદ

સરોવરની પાળે આંબલીયાની ડાળે

મળતા રાગ

કોણ હલાવે લીંબડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0