સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧

સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી (૩)
	સર્વોપરી સુખધામ રે, કે આવ્યા વાલો આ ફેરે બ્રહ્મમોલથી...ટેક.
લાવ્યા સાથે મુક્તો ધામના રે કાંઈ, લાવ્યા સાથે (૩)
	વાળી છે રંગડાની રેલ રે...કે આવ્યા૦ ૧
સમાધિઓ કરાવી છે વાલમે ને કાંઈ, સમાધિઓ (૩)
	દેખાડયાં સર્વે ધામ રે...કે આવ્યા૦ ૨
અવતારોને લીન કર્યા નિજમાં ને પાછા, અવતારોને (૩)
	કાઢી બતાવ્યા ઘનશ્યામ રે...કે આવ્યા૦ ૩
એકાંતિક ધર્મ ભૂમાં સ્થાપિયો ને કાંઈ, એકાંતિક (૩)
	ટાળ્યા અધર્મ તમામ રે...કે આવ્યા૦ ૪
સર્વોપરી ‘જ્ઞાન’ સૌને આપિયું ને કર્યા, સર્વોપરી (૩)
	સર્વોપરી કલ્યાણ રે...કે આવ્યા૦ ૫
 

મૂળ પદ

સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0