સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ, આ ફેરે આવ્યા અક્ષરધામથી ૧/૧

સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ,
	આ ફેરે આવ્યા અક્ષરધામથી;
	સાથે લાવ્યા છો અક્ષરથી સંતો નંદ...સર્વો૦ ટેક.
અહીં આવીને સત્સંગ સ્થાપ્યો તમે,
કર્યાં નરનારી એવાં જે સૌને ગમે;
	સૌને કરાવ્યો તમે કેવળ આનંદ...સર્વો૦ ૧
મહા અલૌકિક દિવ્ય છો મૂર્તિ તમે,
મોટા ઈશ્વરો અવતારો તમને નમે;
	કોટી કોટીના છોડાવ્યા તમે ભવફંદ...સર્વો૦ ૨
બાંધ્યાં મોક્ષનાં ધામ મોટાં મંદિર તમે,
કરે દર્શન ત્યાં સહુના સંતાપ શમે;
	મહાપ્રતાપી મૂર્તિ છો આનંદકંદ...સર્વો૦ ૩
દેખે પર્વતભાઈ અવતારો પાછળ ભમે,
કાઢી લીન કરી નિજમાં બતાવ્યા તમે;
	સર્વે અવતારનું છો તમે એક જ કંદ...સર્વો૦ ૪
સત્ય અંતિમ ને સુપ્રિમ છો પાવર તમે,
થાય તમથી જગત ને તમોમાં શમે;
	નથી સમજતા તમને જે હોય મતિમંદ...સર્વો૦ ૫
જ્ઞાનજીવનને મળ્યા છો સ્વામી તમે,
મોટા ઈશ્વરો મળવાને દેહ દમે;
	તમે સૂર્ય છો નંદસંતો પૂરણચંદ...સર્વો૦ ૬
 

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ, આ ફેરે આવ્યા અક્ષરધામથી

મળતા રાગ

આમંત્રણ આમંત્રણ આ છે અમારું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0