મહાન છે મહાન છે, સંતો ભક્તો મહાન; દેજા દેજો શ્રીહરિજી ૧/૧

 મહાન છે મહાન છે, સંતો-ભક્તો મહાન;
	દેજા દેજો શ્રીહરિજી, અખંડ એવું જ્ઞાન...ટેક.
મળે જ ક્યાંથી આવો, આ સત્સંગ યોગ;
જન્મમરણનો મહાદુ:ખદાયી, ટાળે છે આ રોગ;
	ભૂલી ન જાઉં શ્રીહરિ હું, દેશકાળે ભાન...મહાન૦ ૧
તમારાં વચનો શ્રીજી, સદાય રહેજો યાદ;
સદા રહું હું દાસનો દાસ, ના થાવું આઝાદ;
	ભૂલું ના મહિમા ભક્તનો, મળતાં મોટું માન...મહાન૦ ૨
જ્ઞાનજીવનને ગરજ છે, તારી ને તારા જનની;
સુણજો મારા હરિ હેતાળા, વિનતી મારા મનની;
	હું તો નાનો લાગું મુજને, બીજા લાગે મહાન...મહાન૦ ૩
 

મૂળ પદ

મહાન છે મહાન છે, સંતો ભક્તો મહાન; દેજા દેજો શ્રીહરિજી

મળતા રાગ

મહાન છે મહાન છે, સંતો-ભક્તો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તમે એક સાંભરો
Studio
Audio & Video
0
0