સ્વામિનારાયણ સર્વોપરી છો, પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧

સ્વામિનારાયણ સર્વોપરી છો, પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો;
	અનંત ભુવનના સ્વામી તમે, સાકારમૂર્તિ અનુપમ છો...ટેક.
અનંત શક્તિ કાળ માયાના, અક્ષર આદિના સ્વામી છો,
	સમર્થમૂર્તિ ચિદચિદ સહુના, તમે જ અંતર્યામી છો;
સર્વાધાર સર્વનિયંતા, સદા સ્વતંત્ર અણનમ છો...સ્વા૦ ૧
	અવતાર સર્વે થાય તમોથી, મૂળ તમે અવતારી છો,
સર્વેના કર્તા એક જ તમે, દિવ્ય અખંડ અવિકારી છો;
	અક્ષરમુક્તોએ સેવ્યા છે તમને, બીજા સર્વેને અગમ છો...સ્વા૦ ૨
નિર્ગુણ સગુણ પ્રતાપ તમારો, તમે જ સર્વેના કારણ છો,
જ્ઞાનજીવન કહે એક જ તમે, અનંત જીવોના તારણ છો;
	અણોરણિયાન્ મહતો મહિયાન્, એકમેવાદ્વિતીયં બ્રહ્મછો...સ્વા૦ ૩
 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરી છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હેમંત ચૌહાણ
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
રાજાધિરાજ
Studio
Audio & Video
0
0