દિવ્ય દિવ્ય મહારાજ મળિયા, દિવ્ય દિવ્ય મહારાજ ૧/૧

દિવ્ય દિવ્ય મહારાજ મળિયા, દિવ્ય દિવ્ય મહારાજ;
	અંગોઅંગ છે અતિ રૂપાળા, દિવ્ય દિવ્ય મહારાજ...ટેક.
મૂરતિ રસાળી અતિ સુખાળી, જોઈ દિલ ઠરિયું આજ;
	વિશાળ છાતી કહી નથી જાતી, ભુજાઓ છે સુખસાજ...દિવ્ય૦ ૧
પ્યારું તમારું પેટ પિયુડા, નાભિ છે ઊંડી અગાધ;
	કાંડા કેડય ને સાથળ જોઈને, થઈ છું સુખી આજ...દિવ્ય૦ ૨
ગોઠણ પિંડી ને ઘૂંટી તમારી, ચાંપવા દ્યો મહારાજ;
	રૂડાં રૂપાળાં ચરણ તમારાં, છાતીએ આપો આજ...દિવ્ય૦ ૩
નેણાં નેણ ને નાસિકા નમણી, મીઠો તમારો અવાજ;
	જ્ઞાનસખીના સ્નેહી શ્રીજી, પ્રગટ મળ્યા છો આજ...દિવ્ય૦ ૪
 

મૂળ પદ

દિવ્ય દિવ્ય મહારાજ મળિયા, દિવ્ય દિવ્ય મહારાજ

મળતા રાગ

માફ કરો મહારાજ મુજને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કેદારો
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0