આંખલડી તારી અણિયાળી વાગે હૈયે, જુઓને સામું હૈયામાં ધબધબ થાયે ૧/૧

આંખલડી તારી અણિયાળી વાગે હૈયે,
જુઓને સામું હૈયામાં ધબધબ થાયે;
	ચિત્તડું તણાયે દૂર ના રહેવાયે
	દોડીને જાણે તને ભેટી જ લૈયે...આંખલડી૦ ટેક.
પચરંગી વાઘા શોભે છૈયા તારા,
આવો તો દઉં મારા દિલડે ઉતારા;
	પચરંગી પીંછી ને પચરંગી પાઘ
	પચરંગી છોગું જોઈ ઘેલા રે થઈએ...આંખલડી૦ ૧
પચરંગી પેચમાં લપટાઈ ગઈ છું,
સહુની ટળીને હવે તારી જ થઈ છું;
	કંઠે ગુલાબનો હાર મોતીવાળો
	વિશાળ છાતીમાં મને સમાવી લઈએ...આંખલડી૦ ૨
સુરવાળ જામો ખેસ પચરંગી ,
રજવાડી વેશે મને નાખી છે રંગી;
	સોનાની છડી તારી ભુલાયે ના ઘડી
	જ્ઞાનસખીને હૈયે સદા આવા રહીએ...આંખલડી૦ ૩
 

મૂળ પદ

આંખલડી તારી અણિયાળી વાગે હૈયે, જુઓને સામું હૈયામાં ધબધબ થાયે

મળતા રાગ

આવોને મારે આંગણિયે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0